વાંકાનેર શહેરના ગ્રીન ચોક નજીકથી પસાર થતી મચ્છુ નદીમાંથી આજરોજ બપોરના સમયે અજાણ્યા પુરુષનો નદીમાં તરતી હાલતમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા બનાવની જાણ થતા વાંકાનેર સિટી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ, પાણીમાંથી લાશને બહાર કાઢી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ગ્રીન ચોક નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં ખોડીયાર કાંઠેથી આજરોજ સોમવાર બપોરે ૩:૩૦ વાગ્યાની આસપાસ નદીમાં પાણી વચ્ચે તરતી હાલતમાં લાશ દેખાઈ હોવાની વિગતો મળતા જ તાત્કાલિક સીટી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને નદીમાં પાણી વચ્ચેથી અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી લાશને બહાર કાઢી, મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા અને મોતનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની વિગતો મળી રહી છે….