વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક નેશનલ હાઈવે પર આજરોજ સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ હાઈવે પરથી પસાર થતા એક સેનેટરીવેર ભરેલા ફૂલી લોડેડ ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે આગ લાગતાંની સાથે જ ડ્રાઇવરે સતર્કતા દાખવી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હોવાની વિગતો મળી રહી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ સોમવારે બપોરના સમયે મોરબીથી અમદાવાદ તરફ જતાં એક સેનેટરીવેર ભરેલા ફુલી લોડેડ ટ્રક નં. GJ 36 T 0846 વાંકાનેરના મહીકા ગામ નજીકથી પસાર થતો હોય, દરમ્યાન અચાનક ટ્રકમાં પાછળના વ્હીલમાં આગ લાગતા સમગ્ર ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો, જેમાં બનાવની જાણ થતા જ તાત્કાલિક વાકાનેરથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો, દરમ્યાન સમગ્ર ટ્રક આગમાં બળીને ખાત થઈ ગયો હતો પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાની ઘટના ટળી હતી…..



