Thursday, July 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના યુવાનને ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો...: પોલીસે પરવાનેદાર તથા...

    વાંકાનેરના યુવાનને ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો…: પોલીસે પરવાનેદાર તથા યુવકને કાર્યવાહી કરી….

    સોશિયલ મીડિયામાં ભયનો માહોલ ઉભો કરવા અનેક‌ લોકો ગેરકાયદેસર અથવા બીજા પરવાનેદારના હથિયાર મેળવી ફોટો પાડી વાયરલ કરતા હોય છે, ત્યારે વાંકાનેર સિટી પોલીસે આવા જ એક બનાવમાં ઇન્સ્ટાગ્રામમાં બીજાના હથિયાર સાથે ફોટો પાડી મૂકનાર યુવકને ઝડની કાયદાનું ભાન કરાવ્યું છે. ઉપરાંત હથિયાર આપનાર શખ્સ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે…..

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળેલ કે ઇન્સ્ટાગ્રામમાં mr_sultan_ 478692 નામના એકાઉન્ટમા એક શખ્સે હથીયાર સાથેના ફોટો અપલોડ કર્યો છે. જેથી આઇડીની તપાસ કરતા શાહરૂખ દાઉદભાઈ સર્વદિ (રહે. નવા રાતીદેવરી) નામના યુવકનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનુ જાણવા મળતા પોલીસે યુવકની અટકાયત કરી પુછપરછ કરતા ફોટામા દેખાઈ રહેલું હથીયાર સમસુદિન મનવરહુશેન પીરઝાદા (રહે. ઝિઝુડા)નું હોય અને પોતે ફોટો પાડવા મેળવી ફોટા ઈન્સ્ટાગ્રામમાં મુકેલ હોવાનું જણાવતા પોલીસે સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપલોડ કરનાર યુવાન તથા પરવાનેદાર સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. એ. જાડેજા, હેડ કોન્સ. યશપાલસિંહ પરમાર, મુકેશભાઇ ચાવડા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, કો. રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, વિપુલભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના જોડાયા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!