Friday, October 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નગરપાલિકા કચેરીના મુખ્ય બોર્ડમાં નાનો ફોટો અને મોટી જાહેરાત રાખી ડો‌....

    વાંકાનેર નગરપાલિકા કચેરીના મુખ્ય બોર્ડમાં નાનો ફોટો અને મોટી જાહેરાત રાખી ડો‌. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરાયું….

    વાંકાનેર નગર પાલિકા પાસે સ્વખર્ચે બોર્ડ લગાવવના ફણ પૈસા નથી કે શું : સદસ્ય એકતાબેન ઝાલા

    વાંકાનેર નગરપાલિકા કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર HDFC બેંકની સ્પોન્સરશીપથી પાલિકા કચેરીનું બોર્ડ લગાવવામાં આવેલ હોય, જેમાં બોર્ડમાં બેદરકારી દાખવી ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરનો ફોટો ખુબ નાનો રાખી HDFC બેંકની મોટી જાહેરાત સાથે નગરપાલિકાનું બોર્ડ લખાયેલ હોય, જેનાથી બાબા સાહેબનું અપમાન થતું હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાના સદસ્ય એકતાબેન ઝાલા દ્વારા પાલિકાના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે….

    બાબતે રજૂઆતમાં જણાવાયું છે કે, વાંકાનેર નગરપાલિકા કચેરીના ખાતે HDFC બેંકની સ્પોન્સરશીપથી મુખ્ય પ્રવેશદ્વાર પર નામકરણનું બોર્ડ લગાવવામાં જેમાં દુ:ખની બાબત છે કે જેમની સ્મૃતિમાં વાંકાનેર નગરપાલિકા કચેરીનું નામકરણ કરવામાં આવેલ હોય તે મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરનો ફોટો આ બોર્ડમાં નાનો છે, જ્યારે HDFC બેંકનો લોગો અને જાહેરાત મોટી છે. જેનાથી અમારી દ્રષ્ટિએ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું અપમાન થાય છે.

    શું વાંકાનેર નગરપાલિકા પોતાના ખર્ચે નગરપાલિકા કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર પોતાનું બોર્ડ લગાડવા પણ સક્ષમ નથી ? શું વાંકાનેર નગરપાલિકા HDFC બેન્કની આ રીતે જાહેરાત કરીને ભાડુ વસૂલે છે ? વાંકાનેર નગરપાલિકા દ્વારા કોના હુકમથી કે ક્યાં ઠરાવના આધારે આ જાહેરાતનું બોર્ડ મુકેલ છે ? સહિતના પ્રશ્નો કરી HDFC બેન્કની જાહેરાત વાળું આ બોર્ડ તાત્કાલિક હટાવી ત્યાં બાબા સાહેબના મોટા ફોટો સાથેનું બોર્ડ લગાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!