વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે ખાતે આજરોજ ગામનો યુવાન ઝાપડા રોહિતભાઈ પાંચાભાઈ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાઇ ટ્રેનિંગ પુર્ણ કરી વતન ખાતે પરત ફરતા સમસ્ત માલધારી સમાજ તેમજ રાતડીયાના ગ્રામજનો દ્વારા યુવા જવાનનું ભવ્ય સામૈયું યોજી સત્કાર સમારંભમાં ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું…
આ તકે ખાસ મહેમાન તરીકે પાપનાશણા ઠાકર મંદિર-તરણેતરના મહંત પૂજ્ય રોહિતપુરીબાપુ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર ઉપસ્થિત રહ્યા હોય જેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગામના સરપંચ રાજુભાઈ મેર, પુર્વ સરપંચ ભગવાનજીભાઈ મેર, ઉપસરપંચ નારણભાઈ ઝાપડા, ખેતાભાઈ ઝાપડા સહિત માલધારી સમાજ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે જીજ્ઞાસાબેન મેરે દ્વારા અગ્નિવીર યોજના વિશે ગ્રામજનોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજનામાં 17 થી 21 વર્ષની વયમાં આર્મીમાં પાંચ વર્ષ માટે અગ્નિવીર બની શકે છે, તેમજ નિવૃત્તિ પછી સિવિલ સર્વિસ અથવા કોઈપણ સરકારી નોકરી માટે પ્રાથમિકત સાથે અરજી પણ કરી શકે છે. તેમજ 25 ટકા અગ્નિવીરોને કાયમી સેવા આપવાનો પણ મોકો મળે છે,
તમામ અગ્નિવીરોને 48 લાખનું નોન-પ્રીમિયમ વીમા કવર તેમજ ડ્યુટી દરમિયાન મૃત્યુના કિસ્સામાં 44 લાખ રૂપિયાની વધારાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે, તાલીમ સમયગાળા સહિત કુલ ચાર વર્ષની રોજગારી હોય છે. અગ્નિવીરોને પહેલા વર્ષે 21000, બીજા વર્ષે 23,000, ત્રીજા વર્ષે 25,000 અને ચોથા વર્ષે 27,000 પગાર મળે છે, ઉપરાંત 30 દિવસની વાર્ષિક રજા અને ક્ષેત્ર ભથ્થું પણ મળે છે. નિવૃત્તિ પછી ‘અગ્નવીર કૌશલ્ય પ્રમાણપત્ર’ પણ મળે છે જે ભવિષ્યમાં અન્ય નોકરીઓમાં પસંદગી મેળવવામાં તેમને પ્રાથમિકતા પણ આપવામાં આવશે…