મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર બંધુનગર નજીક એક કોમ્પ્લેક્સના દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડો પાડી વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા યુવાનને સવા કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જેમાં આરોપીની પૂછતાછમાં ગાંજાના સપ્લાયરનું નામ પણ સામે આવતા હાલમાં પોલીસે બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર બંધુનગર નજીક કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી દુકાનમાં ગાંજો વેચતા આરોપી અકિલ ઉર્ફે અલ્ફેજ અલીમામદ માણેકીયા (રહે. લક્ષ્મીપરા, વાંકાનેર)ને ઝડપી પાડી દુકાનમાં રાખેલી સેટીમાં છુપાવેલ 1.267 કિલો ગાંજો (કિંમત રૂ. 12,670) કબ્જે કરી આરોપી પાસેથી એક મોબાઈલ, વજનકાંટો તેમજ રોકડા સહિત કુલ રૂ. 30,070નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો….
આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પૂછતાછમાં ગાંજાનો આ જથ્થો વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા જુનેદ માંડલિયા પાસેથી વેચાણ કરવા માટે ખરીદ્યો હોવાની કબુલાત આપતા પોલીસે જુનેદને ફરાર દર્શાવી બંન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધી બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1