મૃતક યુવાનના પરિવારજનોનો યુવાનની હત્યા થઈ હોવાનો દાવો, પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો….
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ખાતે રહેતો યુવાન બાઈક લઈને ગામ તરફ આવી રહ્યો હોય, દરમ્યાન તેનું બાઈક સ્લીપ થઈ જતા યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું શંકાસ્પદ મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે રહેતા લાલજીભાઈ ગોવિંદભાઈ સાકરીયા (ઉ.વ. ૩૪) નામનો યુવાન બાઇક લઈને ગામ નજીકથી પસાર થઈ રહ્યો, દરમિયાન કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ જતા યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવારમાં વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય, જ્યાંથી સારવાર બાદ ઘરે પરત ફરતા દરમિયાન પુનઃ દુઃખાવો થતાં ફરી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું, જેથી હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસણની કાર્યવાહી હાથ ધરી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં મૃતક યુવાનના પરિવારજનો દ્વારા યુવાનની હત્યા થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના પગલે આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મૃતક યુવાનનું ફોરેન્સિક પીએમ હાથ ધરી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી વાંકાનેર તાલુકા પીઆઇ ડી. વી. ખરાડી દ્વારા આપવામાં આવી છે….
આ બનાવમાં મૃતક યુવાનના પરિવારજનો સાથે વાતચીત કરતા તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મૃતક યુવાનનો કોઇ અકસ્માત નહીં પરંતુ મારામારીનો બનાવ થયો હોય, જેના કારણે યુવાનનું મોત થયું છે. પરંતુ આ બનાવ બાદ મૃતક યુવાને પોતાના નિવેદનમાં અકસ્માત થયો હોવાનું દબાણવશ જણાવ્યું હવાનો પરિવારજનોએ દાવો કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1