ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વપરાશ વધવાની સાથે વીજચોરીનું પ્રમાણ પણ વધતું હોય ત્યારે પીજીવીસીએલની અલગ અલગ 34 ટીમો દ્વારા ગઇકાલ બુધવારે મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં વિજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય, જેમાં 476 વીજ જોડાણમાંથી 53 કિસ્સામાં વીજચોરી પકડાતાં તમામ અસામીઓને કુલ રૂ. 40.73 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો….
મોરબી જિલ્લામાં બુધવારે સવારથી જામનગર, અંજાર, કચ્છ-ભુજ અને મોરબીની અલગ અલગ 34 ટીમો દ્વારા મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં એસઆરપી અને પોલીસને સાથે રાખી વીજ ચેકીંગ કરવામાં આવ્યું હોય, જેમાં પીજીવીસીએલની અલગ અલગ ટીમોએ કુલ 476 વીજ જોડાણો ચેક કરતા 48 રહેણાક અને 05 કોમર્શિયલ વીજ જોડાણમાં ગેરરીતિ હોવાનું સામે આવતા વીજ કચેરી દ્વારા કુલ રૂ. 40.73 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1