કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેરની રજુઆત ફળશે, ટુંક સમયમાં વિકાસ કાર્યોને મંજૂરી આપવા ખાત્રી આપતાં મંત્રીશ્રી…
વાંકાનેર તાલુકામાં વિવિધ વિકાસના કામો બાબતે ગાંધીનગર સચિવાલય ખાતે વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર , ઉપપ્રમુખ દેવાભાઈ વિંજવાડીયા, ભાજપ આગેવાન નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોય, જેમાં મોરબી જિલ્લામાં પાંચ તાલુકા વચ્ચે ફક્ત એક પેટા વિભાગીય સિંચાઈ પંચાયત કચેરી આવેલ છે, જેના હસ્તક કુલ ૨૧ નાની સિંચાઈ યોજના, ૪૨૫ થી વધુ તળાવ, ૧૭૩ થી વધુ ચેકડેમ આવેલ છે,
જેમાં વાંકાનેર તાલુકો ૧૦૨ ગામો સાથે ૧૧૨૮ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો મોટો તાલુકો હોય, વાંકાનેર તાલુકા ખાતે પંચાયત સિંચાઈ પેટા વિભાગની નવી કચેરી બનાવવા, વાંકાનેર તાલુકામાં વિવિધ નવા રોડ માટેની ભલામણ અને જૂના રોડના પ્રશ્નો જેવા કે ૨૦૨૨ માં મંજૂર થયેલ રાતાવીરડા થી ઓળ સુધીના ૮૫૦ લાખની રકમના રોડને ૯૩૦ લાખના રકમના રોડના જોબ નંબર ફાળવવા સહિતની રજૂઆતો કરવામાં આવી છે, જે બાબતે કેબિનેટ મંત્રીશ્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm