વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પર સાઈડમાં બેદરકારી પૂર્વક જોખમી રીતે કોઇપણ પ્રકારની આઇસ કે રીફ્લેકટર વગર પાર્ક કરેલા એક ટ્રક પાછળ રાત્રીના સમયે હાઇવે પરથી પસાર થતા એક ટ્રક ટેન્કર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાય હોય, જેમાં ટ્રક ટેન્કરના ચાલકને ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાય છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પર કોઈ પણ પ્રકારની આડસ, રિફ્લેકટર કે સાઇડ લાઇટ ચાલુ કર્યા વગર બેદરકારી પૂર્વક જોખમી રીતે પાર્ક કરેલા ટ્રક નં. GJ 36 V 5286 પાછળ રાત્રીના સમયે હાઇવે પરથી પસાર થતા ટ્રક ટેન્કર નં. GJ 12 BX 7279 ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોય, જેમાં ટ્રક ટેન્કરના ચાલક ફરિયાદી મોહંમદ જીબરાઇલ મોહંમદ મજીદ (ઉ.વ. ૩૬, રહે. ગુવાવા, ઉતરપ્રદેશ)ને બંને પગમાં ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જોખમી રીતે હાઇવે પર પાર્ક કરેલ ટ્રક નં. GJ 36 V 5286 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm