વાંકાનેર વિસ્તારમાંથી ખોવાયેલા વધુ આઠ મોબાઈલ ફોન સીટી પોલીસ ટીમે શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. જેમાં એક મોબાઈલ ફ્લિપકાર્ટને સેકન્ડ હેન્ડ મોબાઈલ તરીકે વેંચી નખાયો હોય, તેને પણ પોલીસે પરત મેળવી મૂળ અરજદારને પરત અપાવ્યો છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી આશરે રૂ. ૨,૬૩,૯૮૯ની કિંમતના કુલ-૦૮ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત અપાવ્યા છે. જેમાં એક વન પ્લસ કંપનીનો મોબાઈલ જેને મળ્યો હોય તેને ફ્લિપકાર્ટ કંપનીને સેકન્ડ હેન્ડ મોબાઈલ તરીકે વેંચી નાખ્યો હતો, જેથી પોલીસે ફ્લિપકાર્ટ કંપનીના કર્મચારી સાથે સતત સંપર્કમા રહી મોબાઇલ શોધી કાઢી ગુમ મોબાઇલ પરત મેળવી મૂળ માલિકને સોંપ્યો છે. આ કામગીરીમાં વાંકાનેર સીટી પીઆઇ એચ. એ. જાડેજા તથા કો. ભરતભાઇ દલસાણીયા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm