Monday, March 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારની તમામ ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે 11 ટીમનું ગઠન કરી...

    વાંકાનેર વિસ્તારની તમામ ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે 11 ટીમનું ગઠન કરી સઘન ઝુંબેશ શરૂ કરાઇ….

    વાંકાનેર વિસ્તારમાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 100% વેરા વસૂલાત માટે તાલુકા વિકાસ અધિકારીએ કમર કસી છે, જેમાં 11 અલગ અલગ ટીમો બનાવી ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 100 % વેરો ભરનાર પંચાયતને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હોય, જે અનુસંધાને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન મુજબ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોંઢીયા દ્વારા વાંકાનેરના 102 ગામોમાંથી લોકો પાસે વેરા વસુલાત માટે 11 ટીમ બનાવી જે ગ્રામ પંચાયતમાં વધુ વેરો બાકી હોય ત્યાં વસૂલાત માટે કાયવાહી કરવામાં આવશે. વેરાની ચુકવણી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયાએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે,

    ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકો જેમ બને તેમ ઝડપથી વેરો ભરપાઈ કરે, જેનાથી રાજ્ય સરકારની પ્રોત્સાહક ગ્રાન્ટનો લાભ ગ્રામ પંચાયતને મળી શકે. જેમાં જે ગામોની 100 % વેરા વસૂલાત થઈ હશે તે ગ્રામ પંચાયતોને વધારાના વિકાસ માટે પ્રોત્સાહક ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને તેનો વિકાસ ઝડપથી થઈ શકશે, જેથી સારી સુવિધા જોઈતી હોય તો વેરા ભરવાની જવાબદારી લોકોની છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!