નગરપાલિકાના નવ મહિના માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન : ભાજપ માટે ઘીના ઠામમાં ઘી પડ્યું…..
વાંકાનેર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજરોજ નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ચુંટણી યોજાઈ હોય, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નં. ૦૩ ના ભાજપ સદસ્ય ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં. ૦૫ ના ભાજપ સદસ્ય હર્ષિત દિનેશકુમાર સોમાણીની વરણી કરવામાં આવી છે….
આજરોજ યોજાયેલ ચૂંટણીમાં ચુંટાયેલા તમામ 28 સદસ્યો હાજર રહ્યા હોય, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકીનો પ્રસ્તાવ રજૂ થયો હોય જેને 21 સદસ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે કોંગ્રેસ તરફથી જાગૃતિબેન ચૌહાણને 06 સભ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી હર્ષિત દિનેશકુમાર સોમાણીને 21 અને કોંગ્રેસના મહંમદભાઈ રાઠોડને 06 સભ્યોએ સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના એકમાત્ર સદસ્યએ ન્યુટ્રલ વલણ દાખવ્યું હતું….
આ સાથે જ આજરોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેડમાં નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે સન્ની ભરતભાઈ સુરેલાના નામની દરખાસ્ત મુકવામાં આવેલ છે, જેની વરણી નગરપાલિકાની આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે, ત્યારે ભાજપમાં કેવો માહોલ રહે છે તેના પર સૌકોઈની નજર રહેશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm