વાંકાનેર નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે આજરોજ વહેલી સવારરે 07 કલાકથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં મત બુથો પર વહેલી સવારથી જ મતદારો નિરસતા પુર્વક મતદાન કરી રહ્યા છે, જેમાં વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં સવારે 07:00 થી સાંજે 05:00 વાગ્યા દરમિયાન 46.16 % અને ચંદ્રપુર બેઠક પર 54.23 % મતદાન નોંધાયું છે…
વિગતવાર આંકડાઓ જોઈએ તો વાંકાનેર નગરપાલિકામાં સાંજ પાંચ વાગ્યા સુધીમાં કુલ 11,417 પુરૂષ મતદારોમાંથી 5694 મતદારો એટલે કે 49.87 % પુરૂષ અને 10,940 મહિલા મતદારો માંથી 4627 મતદારો એટલે કે 42.29 % મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેમાં સરેરાશ 46.16 % મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે…
ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની વાત કરીએ તો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કુલ 3634 પુરૂષ મતદારોમાંથી 2060 મતદારો એટલે કે 56.69 % પુરૂષ અને 3584 મહિલા મતદારો માંથી 1854 મતદારો એટલે કે 51.73 % મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેમાં સરેરાશ 54.23 % મતદાન નોંધાયું છે, ચંદ્રપુર બેઠકમાં ભાટીયા અને ચંદ્રપુર ગામના મતદાનની વિગતો જોઈએ તો ભાટીયા સોસાયટીમાં અંદાજે 1782 અને ચંદ્રપુર ગામમાં અંદાજે 2132 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે….