મુસ્લિમ ધર્મગુરુઓ અને પ્રોફેશર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 95 વિદ્યાર્થીઓને સનદ(ડીગ્રી) એનાયત કરાઇ…
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દારૂલ ઉલૂમ ગૌસે સમદાની ખાતે ગતરાત્રિના ભવ્ય દસ્તારબંધી તેમજ ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા 95 વિદ્યાર્થીઓને સનદ(ડિગ્રી) એનાયત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર દેશમાંથી અભ્યાસ કરવા માટે આવેલ 24 વિદ્યાર્થીને હાફિઝ (કુરાન કંઠસ્થ કરનાર), 23 વિદ્યાર્થીઓને આલિમ-એ-દિન અને 48 વિદ્યાર્થીને કારી-એ-કુર્આનનો સમાવેશ થયો હતો….
આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશથી ખાસ મુસ્લિમ ધર્મગુરુ સય્યદ રાશિદ મક્કી અશરફી તથા ડો. સય્યદ ગુલામમોઇનુદ્દીન ચિશ્તી (ખાનકાહે ગુલશને ચિશ્ત-અજમેર), સય્યદ અબુબકર શિબ્લી અશરફ તેમજ ડૉ. અફઝલહુસૈન મિસ્બાહી (ઉસ્તાદ શોઅબએ ઉર્દુ બનારસ યુનીવર્સીટી-વારાણસી) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સનદ આપી હતી તેમજ મહાનુભાવો દ્વારા ઉપસ્થિત હજારોની સંખ્યામાં મેદનીને સમાજમાં એજ્યુકેશનનું મહત્વ, વ્યસનમુક્તિ, સમાજ સુધારા માટે કુરિવાજો દુર કરવા સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું….
આ તકે કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના નાઝીમે આલા મૌલાના મુહમ્મદ અમીન અકબરી અને તેમની સમગ્ર ટીમ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરાયો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0