વાંકાનેર તાલુકાની જેતપરડા ગ્રામ પંચાયત વેરા વસુલાત કામગીરીમાં સમગ્ર મોરબી જિલ્લામાં અવ્વલ રહી વર્ષ 2013થી અત્યાર સુધી 100% વેરા વસુલાત કરવામાં સફળ રહેતા આજ રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા વેરા વસુલાતને કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં વાંકાનેર તાલુકાની જેતપરડા ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2013 થી અત્યાર સુધી વેરા વસુલાતની સો ટકા કામગીરી કરી સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરતા આજરોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ગ્રામ પંચાયતના સક્રિય સરપંચ ઇલ્મુદ્દીનભાઈ શેરસીયા તથા તલાટી કમ મંત્રીને સન્માનપત્ર આપી શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા….