વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે .સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે આજરોજ યુવા અને સાંસ્કૃતિક વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ કચેરી દ્વારા આયોજિત તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2024- 25 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્ય, કલા, ગાયન, વાદન અને અભિનય જેવા જુદા જુદા ક્ષેત્રમાં નિબંધ, ચિત્ર, વકૃત્વ સ્પર્ધા, રાસ ગરબા, લોકનૃત્ય, લગ્નગીત, ભજન તેમજ વાદનની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી….
આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી, કલા મહોત્સવના ઇન્ચાર્જ બુધાભાઈ નાકિયા, શાળાના પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની તેમજ પટોડી સાહેબ તેમજ નિર્ણાયકો ઉપસ્થિત રહી અને સ્પર્ધાને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સેજલબા ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કલા મહોત્સવમાં ૧). 6 થી 14 વર્ષ, ૨). 15 થી 20 વર્ષ,
૩). 21-59 વર્ષ અને ૪). 60 વર્ષ થી ઉપરના એમ ચાર વય જૂથમાં અંદાજિત 150 થી વધુ સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકેની જવાબદારી વિરેન્દ્રભાઈ પુરોહિત, હરિભાઈ પંડ્યા, હીનાબેન બુદ્ધદેવ, ભાવિકાબેન રાઠોડ તેમજ મયુરભાઈ જાની દ્વારા નિભાવવામાં આવી હતી. મોરબી યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ખૂબ સારી રીતે યોજાયો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47