Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાં ખાણખનીજ વિભાગના દરોડા ; હિટાચી, જેસીબી તથા ડમ્પર સહિત એક...

    વાંકાનેર વિસ્તારમાં ખાણખનીજ વિભાગના દરોડા ; હિટાચી, જેસીબી તથા ડમ્પર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત….

    જેતપરડા તથા હસનપર ગામની સીમમાં બે સ્થળોએ દરોડો, ખનીજ માફીયાઓમાં ફફડાટ….

    વાંકાનેર વિસ્તારમાં આજરોજ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખનીજચોરી ઝડપી લેવામાં આવી હોય, જેમાં ખાણ ખનીજ વિભાગે જેતપરડા ગામની સીમમાં આવેલ Q-REX કારખાના પાછળી એક જેસીબી મશીન નં. GJ 36 S 3848ને સેન્ડસ્ટોનની ખનીજચોરી કરતા તેમજ હસનપર ગામે ગેગડી વિસ્તારમાંથી એક TATA HITACHI એક્સકેવેટર મશીન EX200LC 2001-13718 અને એક ડમ્પર નં. GJ 18 AX 8418ને સેન્ડસ્ટોનની ખનીજચોરી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.

    આ બંને દરોડામાંથી ખાણકામ મશીન ઓપરેટર માલકિયા અનિલભાઈ બાબુભાઇ (રહે. જાલી), સરૈયા ભરતભાઈ મોહનભાઇ (રહે. જેતપરડા) તથા રાજીવ દેવનારાયણ યાદવ (રહે. મૂળ બિહાર, હાલે હસનપર) અને ડમ્પર ચાલક/માલીક રાજ વિનોદભાઈ વિંઝીવાડીયા (રહે. લુણસરિયા) તથા પેથાભાઈ રાઘવભાઈ સરૈયા (રહે. હસનપર) હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા ખાણ ખનીજ વિભાગે આશરે એક કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરી વાંકાનેર સીટી પોલીસ મથકે સોંપી ખનીજચોરીની માપણી તથા તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!