Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતીદેવરી- પંચાસર ગામમાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું....

    વાંકાનેરના રાતીદેવરી- પંચાસર ગામમાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું….

    રોડના નવીનીકરણની કામગીરી અંગે વાહનોની અવર-જવર માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું….

    વાંકાનેર શહેર નજીક રાતીદેવરી- પંચાસર ગામને જોડતા પંચાસર બાયપાસ ખાતે મચ્છુ નદી પર બનેલ મહાકાય પુલ થોડા સમય પહેલા ડેમેજ થતા ઓવરબ્રિજ ઉપરથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને હાલ નવરાત્રી તહેવાર દરમિયાન શહેરના ચંદ્રપુર માર્ગ, જીનપરા ચોક, સીટી સ્ટેશન રોડ, ધર્મચોક આ તમામ વિસ્તારોમાં વાહનોની સતત અવર જવર રહેતી હોય, તેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે….

    આ જાહેરનામા મુજબ મોરબી-વાંકાનેરથી રાજકોટ તરફ જતાં વાહનો માટે વાંકાનેર શહેરના મુખ્ય માર્ગ પર આગામી તારીખ 12 ઓક્ટોબર સુધી રાત્રિના 8 કલાકથી સવારના 6 કલાક સુધી વાહનવ્યવહાર બંધ કરી વૈકલ્પિક માર્ગ તરફ જવા જણાવવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટક- સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ- બસ સ્ટેન્ડ રોડ- દીવાનપરા રોડ- અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ- સરકારી હોસ્પિટલ રોડ- રાતીદેવરી ગામ- વાંકીયા ગામ- નેશનલ હાઈવે તરફ અવર જવર કરી શકાશે…

    તેમજ મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે – વાંકીયા ગામ – રાતીદેવરી – સરકારી હોસ્પિટલ રોડ – અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ – દીવાનપરા રોડ – બસ સ્ટેન્ડ રોડ – સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ – રાજકોટ રોડ તરફ તથા અમરસર ગામ – મીતાણા – ટંકારા – જામનગર તરફ અવર જવર કરી શકાશે…

    રાજકોટ શહેર – ટંકારા મીતાણા – જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ – બસ સ્ટેન્ડ રોડ – દીવાનપરા રોડ – અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ – સરકારી હોસ્પિટલ રોડ- રાતીદેવરી ગામ – જડેશ્વર રોડ – મોરબી તરફ અવર જવર કરી શકાશે. ઉપરાંત ટંકારા – લજઈથી આવતા વાહનો જડેશ્વર રોડ – મોરબી તરફ આવી જઈ શકશે.

    ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ.ના વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ અને કોલેજના વાહનો, સામાજિક કે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા વાહનો, આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલા હોય તો તેવા વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!