ગુજરાતના પોલ્ટ્રી ફાર્મિંગ ઉદ્યોગમાં અગ્રેસર એવા હુશેની ગ્રુપ દ્વારા અમરાપર ગામે બીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વાંકાનેર વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકો, ગ્રુપના ડિરેક્ટરો, કર્મચારીઓ, વેપારીઓ તથા પોલ્ટ્રી ફાર્મરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ગ્રુપની વિવિધ કામગીરીની સમીક્ષા, આગામી સમયના આયોજનો, હુશેની ગ્રુપનો પરિચય તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા….
આ તકે ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સબ્બીરભાઈ બાદીએ કંપનીની સિદ્ધિઓ અને પાછલા વર્ષ દરમિયાન કરેલી પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, કંપની સતત પોતાની કામગીરીને વિસ્તૃત કરવા, કાર્ય ક્ષમતામાં સુધારો કરવા અને પ્રોડક્ટને વધારવા સાથે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. જેમાં સહભાગી તમામનો કંપની આભાર વ્યક્ત કરવા સાથે આગામી સમયમાં પણ સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખે છે…
આ તકે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં અતિથિ વિશેષ તરીકે રહીમભાઈ (રોયલ કોટન), ઈરફાનભાઈ શેરસીયા (સ્વરાજ ડેરી), નસીફભાઈ શેરસીયા (સ્વરાજ ડેરી) ઝુબેર ભાઈ ચાનીયા (ચાનીયા ચિકન અને એગ્સ), અબ્દુલકરીમભાઈ (નેશનલ માર્કેટિંગ અને એસ.એ. એગ્રોવેટ), ઇનાયતભાઈ બાદી – (અક્સા ફર્ટિલાઇઝર), સલીમભાઈ બાદી (અકસા ફર્ટિલાઇઝર), ગુલાબભાઈ ફોજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
કંપનીની આ વાર્ષિક સામાન્ય સભામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓ અને સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ફાર્મર વિભાગમાં રફીકભાઈ શેરસીયા (ખીજડીયા), અબ્બાસભાઈ માથકીયા (તીથવા), હનીફભાઈ (પંચાસિયા)ને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સભામાં કુલ 04 ડાયરેક્ટર, 10 મુખ્ય મહેમાનો, 01 મુખ્ય વક્તા, 50 કર્મચારીઓ, 300 પોલ્ટ્રી ફાર્મર, તથા 20 વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા
હુશેની ગ્રુપ વિશે થોડી માહિતી….
હુશેની ગ્રૂપએ ગુજરાતની અગ્રણી મરઘાં ઉછેર કંપની છે, જે ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો અને ટકાઉ પોલ્ટ્રી ફાર્મિંગ પદ્ધતિઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીમાં ડિરેક્ટર તરીકે ઉસ્માનભાઈ બાદી, નિઝામભાઈ બાદી, જાવિદભાઈ બાદી અને અશરફભાઈ બાદી તેમજ એમ.ડી અને સીઇઓ સબ્બીરભાઈ બાદી સેવા આપી રહ્યા છે….