નિયમભંગ બદલ આકરી કાર્યવાહી કરવા આદેશ આપતાં ચીફ ઓફિસર ગીરીશ સરૈયા….
વાંકાનેર શહેરમાં દરેક તહેવારો નિમિત્તે ઘણાબધા વેપારીઓ દ્વારા રસ્તામાં ટ્રાફિકને અડચણરૂપ સ્ટોલ ઉભા કરી વેપાર કરવામાં આવતા હોય, જેનાં કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ ઉભી થતી હોય છે, ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે વાંકાનેર નગરપાલિકા મેદાનમાં આવી છે, જેમાં ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા આવા સ્ટોલ ધારકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે…
બાબતે વાંકાનેર શહેરમાં હોળી, દિવાળી, સંક્રાંતિ સહિતના તહેવારોમાં વેપારીઓ રસ્તા પર સ્ટોલ/ટેન્ટ ઊભા કરી ફટાકડા તથા પતંગ દોરાનાં વેપાર કરતા હોય છે, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, પરંતુ આ વર્ષે નગરપાલિકા તંત્ર એલર્ટ મોડ પર રહી ટ્રાફિક સમસ્યા હલ કરવા જાહેર રસ્તાઓ પરના દબાણો હટાવવા કામગીરી શરૂ કરાઇ છે. બાબતે ચીફ ઓફિસર દ્વારા કોઇપણ વેપારીને પતંગ-દોરાના વેચાણ માટે અડચણરૂપ સ્ટોલ માટે મંજૂરી આપવામાં આવી નથી અને આપવામાં નહિ આવે તેમ જણાવી અને જો કોઈ આવા સ્ટોલ ઊભા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરી સ્ટોલ સહિતના સામાન જપ્ત કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું…