Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારગુરૂ વંદના : આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરાશે....

    ગુરૂ વંદના : આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરાશે….

    ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલીહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ દિયો મીલાય

    ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસ ગુરુને સમર્પિત છે. ભારતમાં પ્રાચીનકાળથી ગુરુ શિષ્ય પરંપરાથ ચાલી રહી છે. આધ્યાત્મિક કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે. ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે…

    ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. તેઓ મહાન ગ્રંથ મહાભારતના રચયિતા છે. દેશભરમાં ગુરુ પૂર્ણિમાન દિવસે શિષ્ય તેમના ગુરુની પૂજા અને દર્શન કરી આર્શીવાદ મેળવે છે. ગુરુ અજ્ઞાનતા દૂર કરી શિષ્ટને અંધકાર માંથી પ્રકાશ તરફ, અધર્મ થી ધર્મ તરફ લઇ જાય છે.

    ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો તેમના ગુરુઓની પૂજા કરે છે, ગુરુ દક્ષિણા અર્પણ કરે છે અને ગુરુએ ચિંધેલા માર્ગ પર ચાલવાનું નક્કી કરે છે. આ સાથે જ આ ખાસ દિવસે તેઓ પોતાના ગુરૂએ બતાવેલા સાચા માર્ગ અને તેમના દ્વારા આપવામાં આવેલા સારા શિક્ષણ માટે પણ આભાર વ્યક્ત કરે છે.

    વ્યક્તિના જીવનમાં શિક્ષક ઘણા હોય છે પરંતુ ગુરુ માત્ર એક જ હોય છે. ગુરુ તેને કહેવાય છે જેના માટે તેના શિષ્યનું હિત સર્વોપરી હોય. શિષ્યના હિતમાં અને તેનું ભવિષ્ય સુધારવા માટે ગુરુ તેને કડવા વચન પણ કહે છે. ગુરુ તેના શિષ્યના જીવનને આકાર આપવાનું કામ કરે છે. તેને કોઈ એક વિષયનું નહીં પરંતુ સંપૂર્ણ જીવનનું જ્ઞાન હોય છે અને તેના આધારે તે શિષ્યને જીવન જીવવાની કળા શીખવાડે છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!