Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરમાં ભારે વાહનોને પ્રવેશ બંધી અંગે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ...

    વાંકાનેર શહેરમાં ભારે વાહનોને પ્રવેશ બંધી અંગે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું….

    વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોય તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે ભારે વાહનોને શહેરમાં પ્રવેશબંધી માટે મોરબી જિલ્લા કલેકટર કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં ભારે વાહનોને વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ પર સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ (જકાતનાકા), માર્કેટ ચોક, જીનપરા જકાતનાકા ખાતેથી પ્રવેશવા મનાઇ ફરમાવવામાં આવી છે. આ પ્રવેશ માર્ગો પર આગામી તા.૧૬-૧૦-૨૦૨૪ સુધી સવારના 8 થી રાત્રીના 9 વાગ્યા સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે…

    વૈકલ્પિક રૂટ તરીકે રાજકોટ તરફથી આવત વાહનોએ અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ સરકારી હોસ્પિટલ રોડ થઈ પંચાસર બાયપાસથી નેશનલ હાઇવે તરફ મોરબી તરફ આવી તથા જઈ શકશે…

    આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ જેની જાહેર જનતાએ નોંધ લેવાની રહેશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!