Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ‌ આચરી ગર્ભવતી કરતા એક શખ્સ...

    વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ‌ આચરી ગર્ભવતી કરતા એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો….

    કટલેરી સ્ટોરમાં કામ‌ કરતી સગીરાને લલચાવી ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું, સગીરા ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો….

    વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને કટલેરી સ્ટોરમાં કામ‌ કરતી એક સગીર વયની દિકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી થતાં મામલો ઉજાગર થયો છે, જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને મેઇન બજારમાં કટલેરી સ્ટોરમાં કામ‌ કરતી એક સગીર વયની દિકરીને આરોપી પરબતભાઇ ઉર્ફે પબો જીવણભાઈ ભરવાડ (ઉ.વ. ૨૫, રહે. ભરવાડપરા, વાંકાનેર) પાંચથી છ માસ પુર્વે લલચાવી ફોસલાવી વાંકાનેરના રાતીદેવરી-જડેશ્વર રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી ગર્ભવતી કરતા મામલો ઉજાગર થયો છે, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી, તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!