સામાન્ય ખેડૂત વિભાગની 12 બેઠકો પર 17 ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાઈ, ત્રણ બેઠકો બિનહરીફ જાહેર….
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સેવા સહકારી મંડળીની ગઇકાલે ચુંટણી યોજાઈ હતી, જેમાં સામાન્ય ખેડૂત વિભાગની કુલ 12 બેઠકો પર 17 ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીભરી ચૂંટણી યોજાઇ હતી, જેમાં ચુંટણી પ્રક્રિયાને અંતે 12 વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જ બે મહિલા અનામત બેઠક તથા એક નાના સિમાંત ખેડૂતની બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી હતી….
આ ચુંટણીમાં ખેડૂત વિભાગની 12 બેઠકો પર ૧). અબ્દુલ આહમદ મીમનજી શેરસીયા, ૨). અબ્દુલ હાજી જલાલ કડીવાર, ૩). અલીભાઈ માહમદ હાજી માથકીયા, ૪). ઇદ્રીશ આહમદ કડીવાર, ૫). ઇબ્રાહિમ હસન બાદી, ૬). ઇબ્રાહિમ હૈયાત બાદી, ૭). ઇલીયાસ ફતે દેકાવાડીયા, ૮). ઉસ્માન આહમદ મીમનજી ચારોલિયા, ૯). જુનેદ રહીમ શેરસીયા,
૧૦). નજરૂદ્દીન અમી બાદી, ૧૧). સાહીર વલીમામદ શેરસીયા અને ૧૨). હબીબ જીવાભાઈ માથકીયાનો વિજય થયો હતો. જ્યારે મહિલા અનામતની બે બેઠકો પર દેકાવડીયા અમીનાબેન ફતે અને કડીવાર ફાતુબેન મામદભાઈ તેમજ નાના સિમાંત ખેડૂતની એક બેઠક પર ખોરજીયા યુનુસ અલાવદીભાઈ (ડિરેક્ટર, વાંકાનેર એપીએમસી)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે….