
વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાંથી પરસોત્તમ રૂપાલાને 27,123 મતોની લીડ, કોંગ્રેસનું તમામ વિસ્તારોમાંથી ધોવાણ…

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રાજા-મહારાજાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ રાજકોટ બેઠક ખૂબ ચર્ચામાં આવી હતી. જેમાં ક્ષત્રિય સમાજમાં રાજકોટથી શરૂ થયેલો વિવાદ આખા ગુજરાતમાં પ્રસર્યો હતો. જે વચ્ચે આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવતાની સાથે જ રાજકોટ બેઠકના અણધાર્યા પરિણામોએ સૌ કોઈને ચોકાવ્યા છે. આજે જાહેર થયેલા રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી પરિણામમાં પુરુષોત્તમ રૂપાલાની રેકોર્ડ બ્રેક 4,81,882 મતોની લીડ સાથે ભવ્ય જીત થઈ છે…


રાજકોટ બેઠક પરથી ઉમેદવારોને મળેલ મતો...
૧). નાગજીભાઇ સવસાણી – 10,356
૨). પરેશ ધાનાણી – 3,68,964
૩). પરસોત્તમ રૂપાલા – 8,50,846
૪). નીરલભાઈ અમૃતલાલ – 3,674
૫). જીજ્ઞેશભાઈ મહાજન – 1,322
૬). ઝાલા નયન – 2,321
૭). પ્રકાશ સિંધવ – 2,355
૮). ભાવેશ આચાર્ય – 2,806
૯). ભાવેશભાઈ પીપળીયા – 2,846
૧૦). નોટા – 15,288

વિધાનસભા બેઠક મુજબ ભાજપ-કોંગ્રેસને મળેલા મતો અને લીડ…
૬૬ – ટંકારા વિધાનસભા
પરસોત્તમ રૂપાલા – 1,11,206 (ભાજપ)
પરેશ ધાનાણી – 49,282 (કોંગ્રેસ)
મતોની લીડ = 61,924
૬૭ – વાંકાનેર વિધાનસભા
પરસોત્તમ રૂપાલા – 1,03,866 (ભાજપ)
પરેશ ધાનાણી – 76,743 (કોંગ્રેસ)
મતોની લીડ = 27,123

૬૮ – રાજકોટ પુર્વ વિધાનસભા
પરસોત્તમ રૂપાલા – 1,19,239 (ભાજપ)
પરેશ ધાનાણી – 50,663 (કોંગ્રેસ)
મતોની લીડ = 68,576
૬૯ – રાજકોટ પશ્ચિમ વિધાનસભા
પરસોત્તમ રૂપાલા – 1,59,239 (ભાજપ)
પરેશ ધાનાણી – 45,045 (કોંગ્રેસ)
મતોની લીડ = 1,14,194

૭૦ – રાજકોટ દક્ષિણ વિધાનસભા
પરસોત્તમ રૂપાલા – 1,11,072 (ભાજપ)
પરેશ ધાનાણી – 47,039 (કોંગ્રેસ)
મતોની લીડ = 64,033
૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા
પરસોત્તમ રૂપાલા – 1,52,084 (ભાજપ)
પરેશ ધાનાણી – 63,746 (કોંગ્રેસ)
મતોની લીડ = 88,338
૭૨ – જસદણ વિધાનસભા
પરસોત્તમ રૂપાલા – 94,344 (ભાજપ)
પરેશ ધાનાણી – 36,684 (કોંગ્રેસ)
મતોની લીડ = 57,660



