Saturday, November 23, 2024
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લામાં આગામી તા. 16 મે સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને...

    મોરબી જિલ્લામાં આગામી તા. 16 મે સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારી રાખવા માર્ગદર્શીકા જાહેર કરાઇ….

    કમોસમી વરસાદને પગલ ખેડૂતોએ તકેદારી રાખવા અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ…

    હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૧૨/૦૫/૨૦૨૪ થી ૧૬/૦૫/૨૦૨૪ દરમ્યાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસંધાને તકેદારીનાં પગલા લેવા ખેડુતો માટે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે….

    કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો અને ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. APMCમા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. APMC મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. APMC મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા..

    આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!