Sunday, November 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નજીકથી બોલેરોમાં દેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ ત્રણ ઈસમો ઝડપાયાં, 600...

    વાંકાનેર નજીકથી બોલેરોમાં દેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ ત્રણ ઈસમો ઝડપાયાં, 600 લિટર દેશી દારૂ સાથે 14.30 લાખનો મુદ્દામાલ જપ્ત….

    મોરબી જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત મોરબી એલ.સી.બી. (LCB) ટીમે ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર પાસેથી દેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરી ત્રણ શખ્સોને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે…

    પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એલ.સી.બી. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આરોપી સની શાંતિભાઈ દેવીપુજક (રહે- મોરબી) વાકાનેર બાઉન્ડ્રી બાજુથી બોલેરો પીકઅપ ગાડીમાં દેશી દારુ ભરીને પોતાની કીયા સોનેટ ફોરવ્હીલ ગાડીથી દેશી દારુ ભરેલ બોલેરો પીકઅપ ગાડીનું પાઇલોટીંગ કરીને વાંકાનેર થી રાતીદેવડી થી મોરબી બાજુ જવાનો હોય જેના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી બાતમી વાળી બોલેરો અને સોનેટ ગાડીને અટકાવી તલાસી લેતાં વાહનોમાંથી ૬૦૦ લિટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો.

    જેથી પોલીસે દેશી દારૂનો જથ્થો, એક મહિન્દ્રા બોલેરો પિક-અપ, એક કિયા સોનેટ કાર તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૪,૩૦,૦૦૦ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી ૧). અરવિંદ મુકેશભાઈ સોલંકી (ઉ.વ. 20, રહે. સનાળા, મોરબી), ૨). સની શાંતિભાઈ કડેવાર (ઉ.વ. ૩૨, રહે. સનાળા, મોરબી) અને ૩). પ્રકાશ જયંતીભાઈ કુંઢીયા (ઉ.વ. 20, રહે. ભીમસર, મોરબી) ની ધરપકડ કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે.


    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!