Sunday, November 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લાલપર નજીક ગમખ્વાર અકસ્માત : કાર ચાલકે મોપેડ સવાર યુવતીને હડફેટે...

    વાંકાનેરના લાલપર નજીક ગમખ્વાર અકસ્માત : કાર ચાલકે મોપેડ સવાર યુવતીને હડફેટે લેતા ગંભીર ઈજાઓ, રાજકોટ ખસેડાઈ….

    વાંકાનેર – ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માતોની હારમાળા યથાવત જોવા મળી રહી છે, જેમાં લાલપર પેટ્રોલ પંપ પાસે ત્રણ દિવસ પૂર્વે સવારના સમયે નોકરી પર જઈ રહેલી એક મોપેડ સવાર યુવતીને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યુવતીને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા સઘન સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા પરીક્ષિતભાઈ દોલતરાય શુક્લની પુત્રી હિતાક્ષી ગત તા. ૧૨ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાના અરસામાં પોતાનું પ્લેઝર મોપેડ (GJ-03-DE-9664) લઈને મેસરિયા ખાતે આવેલ કારખાનામાં કામે જવા નીકળી હોય દરમિયાન લાલપર ગામના પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટ અને ગફલતભરી રીતે આવતી કાર નંબર GJ-36-AL-6268 ના ચાલકે યુવતીના મોપેડને જોરદાર ટક્કર મારી હતી….

    આ ગમખ્વાર અકસ્માતમાં મોપેડ પરથી ફંગોળાઈ ગયેલી હિતાક્ષીને માથાના ભાગે હેમરેજ અને ફ્રેક્ચર જેવી અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેરની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
    અકસ્માતના આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવતીના પિતા પરીક્ષિતભાઈ શુક્લએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!