Friday, October 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : રાતીદેવરી ગામે વિજ કર્મચારીની ફરજમાં રૂકાવટના ગુનામાં ત્રણ આરોપીઓનો નિર્દોષ...

    વાંકાનેર : રાતીદેવરી ગામે વિજ કર્મચારીની ફરજમાં રૂકાવટના ગુનામાં ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો….

    વાંકાનેરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પીજીવીસીએલના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના રાતીદેવળી ગામે કડીવાર યાસીન આહમદ અમનજીના કોઈ બાકી લેણાં ન હોવા છતાં પીજીવીસીએલ કચેરી દ્વારા નોટિસ આપ્યા વિના તેમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આ મુદ્દે રજૂઆત બાદ પીજીવીસીએલના અધિકારીઓ રાતીદેવળી ગામે સમજાવટ માટે ગયા હતા, જ્યાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અધિકારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકે સરકારી ફરજમાં રૂકાવટ કરવા અને ગાળો આપવા બદલ આરોપીઓ સામે ક્રિમિનલ કેસ (નં. ૧૧૪૩/૨૦૨૫) નોંધાવવામાં આવ્યો હતો.

    આ કેસની કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે વીજ જોડાણ ખોટી રીતે કાપવામાં આવ્યું હતું અને આરોપીઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. નામદાર કોર્ટે સાક્ષીઓની જુબાની અને પુરાવાઓને ધ્યાનમાં રાખી સ્પષ્ટ કર્યું કે ગુનો શંકાથી પર સાબિત કરવાની સંપૂર્ણ જવાબદારી ફરિયાદ પક્ષની છે, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

    આ તારણોના આધારે અદાલતે રાતીદેવળી ગામના મહમદફરીદભાઈ ઉસ્માનભાઈ કડીવાર, યુસુફભાઈ અહમદભાઈ કડીવાર અને ગુલામમોહ્યુદ્દીનભાઈ અહમદભાઈ કડીવારને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. આ કેસમાં આરોપીઓ તરફથી એડવોકેટ ફરીદ મદની એ. પરાસરા, બખ્તિયારઅશરફ એ. પરાસરા અને આફતાબ એ. ત્રિવેદી રોકેલ હતા.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!