
વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ (વાંકાનેર શાખા) દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, શિસ્ત અને સંગીત પ્રત્યેની અભિરુચિ વધારવાના ઉમદા હેતુથી ‘રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૬’ અને ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમૂહગાન સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૨ ની કુલ ૯ શાળાઓની ટીમોએ ભાગ લીધો, જેમાં વિદ્યાર્થીઓએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં દેશભક્તિના ગીતોની સુમધુર રજૂઆત કરી હતી….


આ સાથે જ ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચમાં ૩૨ શાળાઓએ ભાગ લીધો, જેમાં વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાનની કસોટી કરવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા શાળાઓને શિલ્ડ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા મેડલ એનાયત કરાયા, તેમજ દાતા તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


