વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરતા SGFI દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાળાના બે વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવીને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે…

તાજેતરમાં મોહંમદી લોકશાળા ખાતે આયોજીત વાંકાનેર તાલુકા કક્ષાના સ્કૂલ રમતોત્સવમાં વોલીબોલ, કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ અને લાંબી કૂદ જેવી સ્પર્ધાઓમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક સાથે જિલ્લા કક્ષાએ પ્રવેશ મેળવ્યો હતો…

ત્યારબાદ હળવદના ઉદગમ શૈક્ષણિક સંકુલ ખાતે SGFI જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ધી મોડર્ન સ્કૂલના ખેલાડીઓએ અદભુત પ્રદર્શન કરી વિદ્યાર્થી બાદી સાઇમ આરીફભાઇએ અંડર-૧૪ કેટેગરીની ૧૦૦ મીટર દોડમાં પ્રથમ અને સિપાઈ ઈરમ રિયાજુદીન અંડર-૧૪ કેટેગરીની લાંબી કૂદમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ છે.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



