
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ કરતી વખતે પતરું તૂટી જવાથી નીચે પટકાયેલા એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. જેમાં વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ બ્રાવેટો ગ્રેનાઇટો સિરામિક કારખાનામાં કામ કરતા શૈલેષભાઇ હસમુખભાઈ લકુમ (ઉંમર ૩૪, રહે. ટીંબડી પાટિયા પાસે, આનંદ હોટલ પાછળ, મોરબી) પતરાના શેડ ઉપર ચડી કામ કરતો હોય ત્યારે અચાનક પતરું તૂટી જતાં નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું કરુણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





