Monday, August 31, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જડેશ્વર મહાદેવ મેળા ગ્રાઉન્ડમાંથી 57 બેગ પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરાયો....

    વાંકાનેરના જડેશ્વર મહાદેવ મેળા ગ્રાઉન્ડમાંથી 57 બેગ પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરાયો….

    શ્રાવણ માસ દરમિયાન વાંકાનેર નજીક આવેલા પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા ભવ્ય મેળા બાદ ગ્રાઉન્ડમાં ફેલાયેલી ગંદકી અને પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા માટે રવિવારે વિશાળ મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીના કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ દ્વારા આયોજિત આ અભિયાનમાં સ્વયંસેવકોએ મેદાનમાંથી 18×36 સાઈઝની કુલ 57 જેટલી મોટી બેગ ભરીને પ્લાસ્ટિક કચરો એકઠો કરી તેનો નિકાલ કરાયો હતો.

    આટલા મોટા પાયે સફાઈ કામગીરી હાથ ધરાઈ હોવા છતાં, સ્થાનિક પ્રશાસન કે મેળાના આયોજકો તરફથી સ્વયંસેવકોને કોઈ જ પ્રાથમિક સુવિધા કે સહકાર મળ્યો ન હતો. માટીમાં દબાયેલો કચરો વીણવો અત્યંત શ્રમ માંગી લેતું કામ હોવા છતાં, કોઈ સરકારી મદદ વિના માત્ર પર્યાવરણ પ્રેમ અને મહાદેવ પ્રત્યેની આસ્થાથી પ્રેરાઈને યુવાનોએ જાતે જ સમગ્ર કામગીરી પાર પાડી હતી…

    આ સફાઈ અભિયાન દરમિયાન જોવા મળ્યું કે હવે સામાન્ય જનતા કચરો ફેંકતા પહેલા આજુબાજુ ડસ્ટબિન શોધતી થઈ છે. જો ડસ્ટબિન હોય તો લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ મેળામાં આવી વ્યવસ્થા ન હોવાથી કચરો મેદાનમાં ફેલાય છે જેને પાછળથી એકઠો કરવો મુશ્કેલ બને છે.

    આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના લોકમેળાઓ યોજાવા જઈ રહ્યા છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા તમામ આયોજકો અને તંત્રને જાહેર અપીલ કરવામાં આવી છે:
    * મેળામાં સ્ટોલ ધારકો પાસેથી ભાડા પેટે ભલે 1000 રૂપિયા વધુ વસૂલવામાં આવે, પરંતુ મેદાનમાં ઠેર-ઠેર ડસ્ટબિનની ફરજિયાત વ્યવસ્થા કરવામાં આવે.
    * સ્વચ્છતા એ માત્ર સફાઈ કામદારો કે સ્વયંસેવકોની નહીં, પરંતુ આયોજકોની પણ પ્રાથમિક જવાબદારી છે.
    * જો શરૂઆતથી જ ડસ્ટબિન મુકવામાં આવશે, તો મેળા પૂરા થયા પછી કલાકો સુધી કચરો વીણવાની નોબત નહીં આવે અને આપણા તીર્થસ્થાનો તથા મેદાનો સ્વચ્છ રહેશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!