વાંકાનેર સિટી સબ સ્ટેશનમાં થયેલી રિએક્ટર ચોરીના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી વોન્ટેડ ત્રણ શખ્સો ધરમપુર રોડ પર આવેલા સુરાપુરા દાદા મંદિર પાસે ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપી ૧). અરવિંદભાઈ બચુભાઇ વિરમગામીયા (ઉ.વ.૩૩, રહે. વીસીપરા, મદીના સોસાયટી, મોરબી-૦૧),

૨). વનરાજભાઈ દેવરાજભાઇ કુંઢીયા (ઉ.વ.૨૦, રહે. લીલાપર ચોકડી, જોગમાયા દુકાનની પાછળ, મોરબી) અને ૩). કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઇ વિરમગામીયા (ઉ.વ.૩૫, રહે. કુળદેવ પાનની બાજુમાં, મફતીયાપરા, મોરબી)ને ઝડપી પાડી આગળની વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી અર્થે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધર છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



