ઘી પીર કાસિમઅલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચંદ્રપુર સ્થિત મોહંમદી લોકશાળા ખાતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુથી વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે એક વિશેષ મહેંદી સ્પર્ધાનું તેમજ પ્રકૃતિના જતનનો સંદેશ આપવા માટે શાળામાં NSS અંતર્ગતવિદ્યાર્થીઓને પર્યાવરણનું જતન, વૃક્ષોનું મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી…


આ સાથે જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં વૃક્ષોના રોપાનું વિતરણ કરી વિદ્યાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેનું જતન કરવા તથા સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ જાળવવામાં પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક મંડળ, આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t
https://chat.whatsapp.com/GiPDDC7EwD1CsGSIWmtTTx




