વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં યુવાનના ઘર પાસે આવીને દેકારો કરી ગાળો બોલતા સગા ભાઈ-ભાભીને અટકાવવા જતા મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને યુવાન પર લાકડી અને ઢીકા-પાટુ વડે હુમલો કરી માર મારતાં ૪ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા ફરીયાદી અફ્સાદ ઈસ્માઈલભાઈ વડાવીયા (ઉ.વ.૩૨) નામના યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ૧). અનવર ઈસ્માઈલ વડાવીયા (ભાઈ), ૨). અસરફ ઈસ્માઈલ વડાવીયા (ભાઈ), ૩). ફેમીદા અનવર વડાવીયા (ભાભી) અને ૪). રૂબિયાબેન અસરફ વડાવીયા (ભાભી) (રહે. બધા રાજાવડલા, તા. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ યુવાનના ઘર પાસે આવીને જોરજોરથી દેકારો કરતા હતા.
આ અવાજ સાંભળીને અફ્સાદભાઈ ઘરની બહાર આવ્યા હતા, ત્યારે આરોપીઓ તેમને બેફામ ગાળો આપવા લાગતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ જતા-જતા એવી ધમકી આપતા ગયા હતા કે, “આજ તો તું બચી ગયો છે, હવે પછી ભેગો થાયશ તો પાડી દેશું.” જેથી હાલ આ બનાવમાં પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



