Tuesday, August 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ચંદ્રપુરની મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં GPSC ફાઉન્ડેશન ક્લાસનો ઉદ્ઘાટન...

    વાંકાનેર : ચંદ્રપુરની મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં GPSC ફાઉન્ડેશન ક્લાસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો….

    વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની યોગ્ય તૈયારીઓ માટે પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉમદા હેતુથી ચંદ્રપુર સ્થિત મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘GPSC (જીપીએસસી) ફાઉન્ડેશન લેવલ’ના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગનો આજથી ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે….

    આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા. જેમાં જીપીએસસી (GPSC) જેવી ઉચ્ચ સ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે યોગ્ય માર્ગદર્શન, સખત અને સતત મહેનત તેમજ સમયના આયોજનનું શું મહત્વ છે તે અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયક સમજ આપવામાં આવી હતી….

    આ ફાઉન્ડેશન ક્લાસ શરૂ કરવા પાછળનો મુખ્ય આશય સ્થાનિક કક્ષાએ જ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પૂરતું માર્ગદર્શન અને અભ્યાસલક્ષી ઉત્તમ વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમના અંતમાં નિષ્ણાત ફેકલ્ટી વિનયભાઈ સોલંકી દ્વારા વર્ગનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કોલેજ અને ટ્રસ્ટના આ શિક્ષણલક્ષી અને પ્રશંસનીય પ્રયાસને ઉપસ્થિત તમામ મહેમાનો અને ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા ઉમળકાભેર આવકારવામાં આવ્યો હતો…

    આ કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા યુ. એ. કડીવાર સાહેબ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ધી પીર કાસીમઅલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટના પ્રમુખશ્રી શકીલઅહમદ પીરઝાદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમની શોભા વધારવા માટે ગુલાબભાઈ મંત્રી (ટ્રસ્ટી), એમ. એ. માથકીયા, આબીદભાઈ ગઢવારા, ઈરફાનભાઈ શેરસીયા (BRC કો-ઓર્ડિનેટર, વાંકાનેર), વિનયભાઈ સોલંકી (સ્પર્ધાત્મક કલાસના ફેકલ્ટી) સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!