
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમા કાર ચાલકની બેદરકારીના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આશિયાના રોડ પર રહેતા મુકેશભાઈ જોષી ગત તા. ૧૩ જુલાઈની રાત્રે આશરે ૧૧ વાગ્યાની આસપાસ નેશનલ મિનરલ્સ કારખાનામાં તેમની સાથે કામ કરતા સદાકતખાનન મોટરસાયકલ GJ-36-N-4061 પર નાઈટ શિફ્ટ માટે કારખાને જવા નીકળ્યા હોય, દરમિયાન વાંકાનેર-મોરબી હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે પહોંચતા આગળ જઈ રહેલી એક કાર નં. GJ-36-AP-8221 ના ચાલકે અચાનક અને કોઈ પણ પ્રકારના સિગ્નલ વગર વળાંક લેતા પાછળ આવી રહેલી મોટરસાયકલ કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલ ચાલક સદાકતખાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકની પાછળ બેઠેલા મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો આઈસીયુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે અકસ્માત સર્જીને બેદરકારી દાખવનાર કારચાલક વિરુદ્ધ ઇજાગ્રસ્ત મુકેશભાઈના પુત્ર રવિભાઈ મુકેશભાઈ જોષીએ વાંકાનેર સીટી પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



