Tuesday, July 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના દેરાળા ગામના તળાવમાં ડૂબી જવાથી ૨૨ વર્ષના યુવાનનું કરૂણ મોત...

    વાંકાનેરના દેરાળા ગામના તળાવમાં ડૂબી જવાથી ૨૨ વર્ષના યુવાનનું કરૂણ મોત…

    વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ગામની સીમમાં આવેલ ચેકડેમ (તળાવ)માં ન્હાવા પડેલા ૨૨ વર્ષના એક આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં આવેલા ચેકડેમ (તળાવ) ખાતે ગતરાત્રીના સિદ્ધરાજ જસવંતસિંહ ઠાકોર (ઉ.વ. ૨૨, રહે. બાલીપુરા તા. વીસનગર, જી. મહેસાણા) નામનો યુવાન મિત્ર અર્જુન ઠાકોર સાથે ન્હાવા માટે ગયો હોય, ત્યારે ન્હાતી વખતે અચાનક સિધ્ધરાજ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં શ્વાસ રૂંધાઇ જતા તેનું કરુણ મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!