
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના જીનપરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે…


બાબતે મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે શહેરના જીનપરા વિસ્તારમાં આવેલી શેરી નં-૧૧ માં રહેતા નિલેશ રસીકભાઇ વિંજવાડીયા ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરતો હોય જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી મકાનના હોલમાં તીજોરીની બાજુમાં બે પ્લાસ્ટિકની થેલીઓમાંથી 25 બોટલ વિદેશી દારૂ મળી આવતા સ્થળ પરથી જ આરોપી નીલેશભાઈ રસીકભાઈ વીંજવાડીયા (ઉંમર વર્ષ: ૨૨)ની કુલ રૂ. ૧૮,૬૭૫ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




