Tuesday, July 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની ૭૮મી સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ….

    વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની ૭૮મી સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ….

    વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. ની ૭૮મી સાધારણ સભાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાંકાનેર તાલુકામાંથી વિવિધ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, સ્થાનિક ખેડૂતો તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

    આ સાધારણ સભા દરમિયાન મંડળીની વર્ષ ૨૦૨૫-૨૬ ની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ સંઘના વાર્ષિક હિસાબો અને નફાનો વિગતવાર અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

    આ સાધારણ સભાની સાથે-સાથે ખેડૂતોના વ્યાપક હિત માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં: અમુલ ડેરી દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ખાતરની વેચાણ વ્યવસ્થા અંગે વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. અમુલ કંપનીની તમામ ઓર્ગેનિક ખેત પ્રોડક્ટ્સ વિશે ખેડૂતોને ઊંડાણપૂર્વકની માહિતી, માર્ગદર્શન અને તેના વપરાશની સિસ્ટમ સમજાવવામાં આવી હતી જેથી આગામી સમયમાં ઓર્ગેનિક ખેતીને વેગ મળી શકે…

    સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, મેનેજર એ.એસ. શેરસીયા, અમુલ ડેરીના પ્રતિનિધિ જગદીશ ચાડ તેમજ સંઘના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!