Tuesday, June 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ટ્રક રિપેરિંગ દરમિયાન કારીગરના માથા પર જોઇન્ટ પડતાં 22 વર્ષીય...

    વાંકાનેર : ટ્રક રિપેરિંગ દરમિયાન કારીગરના માથા પર જોઇન્ટ પડતાં 22 વર્ષીય યુવાનનું મોત….

    વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં બંધ પડેલા એક ટ્રકનું રિપેરિંગ કામ કરતા મોરબીના એક આશાસ્પદ યુવાનના માથા પર ટ્રકનો જોઇન્ટ પડતાં ગંભીર ઈજાઓ થવાથી તેનું કરુણ મોત નીપજ્યું છે. આ આકસ્મિક ઘટનાને પગલે મૃતકના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મકનસર ગામે રહેતા પીયુષભાઇ ભીખુભાઇ ભરડા (ઉ.વ. ૨૨) નામનો યુવાન વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી ટીટા ચોકડી પાસે એક બંધ પડેલા ટ્રકનું નીચે સુઇને રિપેરિંગ કામ કરી રહ્યો હોય ત્યારે અચાનક ટ્રકની જોઇન્ટ છટકીને સીધી તેમના માથાના ભાગે પડી હતી, જેમાં પિયુષને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ,

    રફાળેશ્વર ખાતે એપેક્ષ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હોય પરંતુ, કમનસીબે અમદાવાદ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ કરુણ બનાવ અંગેની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!