
વાંકાનેર તાલુકાના લાલપર ગામે મૈત્રી કરાર બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ હોટલ પર બેઠેલા દાદા અને પૌત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કરી, માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ભોગ બનનારના પક્ષે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે…


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ હાલ પાજ અને મૂળ લાલપર (તા. વાંકાનેર) ગામે રહેતા ફરિયાદી અજીજાબેન ફારૂકભાઇ સંધી(ઉ.વ. ૩૬)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). સલીમભાઇ બ્લોચ, ૨). આશિફ સલીમભાઇ બ્લોચ અને ૩) અબરાર સલીમભાઇ બ્લોચ (રહે. તમામ હાલ લાલપર, તા. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અજીજાબેન આ કામના સાહેદ મુરાદખાનના દીકરા નાસિર સાથે મૈત્રી કરાર કરી તેની સાથે રહેતા હોય,

જે બાબતનો ખાર રાખ સાહેદ મુરાદખાન અને તેમનો પૌત્ર નવાઝ જ્યારે લાલપર ખાતે તેમની દીકરીની હોટલે બેઠા હતા, ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં એકાએક ઘસી આવી લોખંડના પાઇપ વડે દાદા-પૌત્ર પર હુમલો કરી માર માર્યો હતો. જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


