
વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલી અંધ અપંગ ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં આજરોજ બપોરે અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. જોકે, નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની ટળી હતી….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના રાજાવડલા રોડ પર સ્થિત અંધ અપંગ ગૌશાળામાં જ્યા ગાયો માટે સુકો ઘાસચારો સંગ્રહિત કરવામાં આવે છે, તે ઘાસના ગોડાઉનમાં બપોરે અચાનક આગ લાગી હતી. સૂકું ઘાસ હોવાના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની જાણ થતાં જ આસપાસના લોકોમાં અને ગૌસેવકોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક વાંકાનેર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી…

ઘટનાની જાણ થતા જ વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત, ગૌશાળામાં આગ લાગી હોવાના સમાચાર મળતા જ પાલિકાની ટીમના સભ્યો તથા હર્ષિત સોમાણી, રાજ સોમાણી, અને અમીત સેજપાલ સહિતના આગેવાનોએ સ્થળ પર દોડી ગયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




