વાંકાનેર તાલુકાના રંગપર ગામે આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં જૂની અદાવતમાં મારામારીની હિંસક ઘટના બની છે, જેમાં સાત વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નનો ખાર રાખીને પાંચ શખ્સોએ એક યુવાન પર હુમલો કરી લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી શિવધારા સોસાયટીમાં રહેતા ફરિયાદી રવિભાઈ રતાભાઈ ગોગીયા વાંકાનેરના રંગપર ગામે એક સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે ગયા હોય, જેમાં રવિભાઈએ સાતેક વર્ષ પહેલાં આજ ગામના આરોપીઓની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ વાતનો જૂનો ખાર રાખીને યુવતીના ભાઈઓ અને અન્ય શખ્સોએ સમૂહ લગ્નના સ્થળે પહોંચીને રવિભાઈ સાથે માથાકૂટ કરી હતી…


જેમાં આરોપી ૧). કાળુ મુળૂભાઇ જાદવ, ૨). દિલીપભાઈ મુળુભાઇ જાદવ, ૩). રવિભાઈ મુળુભાઇ જાદવ, ૪). મયુર ઉર્ફે મહેશભાઇ મુળુભાઇ જાદવ અને ૫). નરેશભાઈ જીવાભાઇ જાદવ (રહે. બધા રંગપર)એ એકસંપ કરી રવિભાઈ પર હુમલો કરી લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે ઢોર માર માર્યો હતો, જેથી આ મામલે ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



