Monday, May 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર બાઉન્ડ્રી નજીક રસ્તો ઓળંગતી વેળાએ ટ્રક ચાલકને સ્કોર્પિયોએ હડફેટે લેતા સર્જાયો...

    વાંકાનેર બાઉન્ડ્રી નજીક રસ્તો ઓળંગતી વેળાએ ટ્રક ચાલકને સ્કોર્પિયોએ હડફેટે લેતા સર્જાયો અકસ્માત….

    રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોની હારમાળા યથાવત છે, જેમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલી હોટલ પાસે જમીને ચા પીવા માટે રસ્તો ઓળંગી રહેલા ધોરાજીના ટ્રક ચાલકને અજાણી સ્કોર્પિયો કારે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીના જમનાવડ રોડ પર આવેલા ગોપાલનગરમાં રહેતા દિનેશભાઇ ઓધવજીભાઈ કલોલા ગત તા. ૨૯ માર્ચના રોજ પોતાનો ટ્રક લઈને ધોરાજીથી દહેજ તરફ જઈ રહ્યા હોય ત્યારે રાત્રીના વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલી ‘બિસ્મિલ્લાહ હોટલ’ ખાતે જમી રોડની સામેની સાઈડ ચા પીવા માટે પગપાળા જતા હોય,

    ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલક દિનેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઇજાગ્રસ્તના પત્ની જોશનાબેન દિનેશભાઇ કલોલાએ વાંકાનેર તાલુકા પોલીસમાં અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!