
વાંકાનેર તાલુકાના જોધપર ગામે એક યુવાન પોતાની પત્નીને લેવા જતો હોય, ત્યારે રસ્તામાં એક ઇસમે તેને રોકીને વાળ-દાઢીના બાકી પૈસાની ઉઘરાણી કરી ગાળો ભાંડી, માર મારી અને જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે ભોગ બનનાર યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અને સીએનજી રીક્ષા ચલાવતા ફરિયાદી વિજયભાઇ લખુભાઇ સોલંકી (ઉ.વ. ૩૬) પોતાની રીક્ષા લઈને વાંકાનેરના પચાસર રોડ પર આવેલા ગુજરાત માટીના કારખાને પોતાની પત્નીને તેડવા માટે જતાં હોય, ત્યારે જોધપર ગામના ઝાપા પાસે આરોપી અર્શદભાઇ આરીફભાઇ ઉર્ફે હકાભાઇ ભટ્ટીએ તેમને રસ્તામાં રોકી આરોપીએ સાત-આઠ દિવસ પહેલા વિજયભાઈના કરેલા વાળ અને દાઢીના બાકી પૈસાની માંગણી કરી હતી…
આ બાબતે બોલાચાલી થતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈને વિજયભાઈને ભુંડી ગાળો આપી, ઝપાઝપી કરી માર માર્યો હતો. ત્યાર બાદ આરોપીએ ફરિયાદીને જાતિ પ્રત્યે હડધૂત કરી જાહેરમાં અપમાનિત કર્યા હતા. જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનનાર વિજયભાઇ સોલંકીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી અર્શદભાઇ આરીફભાઇ ઉર્ફે હકાભાઇ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



