Wednesday, April 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેરની ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર પંજાની પકડ મજબૂત બનાવતા કોંગ્રેસના ઉમેદવાર...

    વાંકાનેરની ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર પંજાની પકડ મજબૂત બનાવતા કોંગ્રેસના ઉમેદવાર ઈસ્માઈલભાઈ શેરસીયા‌….

    વાંકાનેર તાલુકામાં સમાવિષ્ટ મોરબી જિલ્લા પંચાયતની ચંદ્રપુર બેઠક પર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે ચંદ્રપુર ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય ઈસ્માઈલભાઈ શેરસીયાને મેદાનમાં ઉતારતા આ બેઠક પર પંજાની પકડ મજબૂત બની હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે….

    અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્માઈલભાઈ તેમના જાહેર જીવનમાં ભેદભાવ વગર સર્વ સમાજ માટે સતત કાર્યરત રહેતાં હોય માટે ચંદ્રપુર બેઠક પર તેમની દાવેદાર મજબૂત માનવામાં આવી રહી છે. હાલના રાજકીય સમીકરણો જોતાં, આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો સ્પષ્ટ ઝુકાવ તેમના તરફ જોવા મળી રહ્યો છે. માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઈસ્માઈલભાઈ શેરસીયાને મળી રહેલું વ્યાપક જનસમર્થન આ વિસ્તારમાં કોંગ્રેસના “પંજાની મજબૂત પકડ” હોવાનો ભાસ કરાવે છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!