Tuesday, April 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ...

    વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ…

    વાંકાનેર શહેરની પૂર્ણચંદ્ર બોર્ડિંગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજરોજ સોમવાર પક્ષના સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી….

    આ તકે રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકરો દ્વારા પક્ષના ધ્વજને ધારણ કરી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારાઓથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિ અને પક્ષ પ્રેમનો માહોલ સર્જાયો હતો.

    આ તકે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ચતુરભાઈ મકવાણા, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મુંધવા, શહેર ભાજપ પ્રમુખ દિપકભાઈ પટેલ, તથા શહેર ભાજપ મહામંત્રી દિપકસિંહ ઝાલા તથા અમિતભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભરતભાઈ દેગામા, મૂળજીભાઈ ગેડીયા, ધરમશીભાઈ, ક્રિપાલસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા, વિનોદભાઈ રાઠોડ, ઋષિરાજસિંહ ઝાલા, ગીરીશભાઈ સરેસા સહિતના અનેક કર્મઠ કાર્યકર્તાઓએ પણ હાજર રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!